નવરાત્રી ના પ્રથમ નોરતે શ્રી સંસ્કાર યુવક મંડળ કાછીયાવાડ માં બાલિકા ગરબા થી ગરબા ની શરૂવાત…

નવરાત્રી ના પ્રથમ નોરતે શ્રી સંસ્કાર યુવક મંડળ કાછીયાવાડ માં બાલિકા ગરબા થી ગરબા ની શરૂવાત…

Share with:


નવરાત્રી ના પ્રથમ નોરતે શ્રી સંસ્કાર યુવક મંડળ કાછીયાવાડ માં બાલિકા ગરબા થી ગરબા ની શરૂવાત…

NMD ન્યુઝ અમિત પટેલ સ્પેશિયલ રિપોર્ટ:-શ્રી સંસ્કાર યુવક મંડળ દ્વારા 45 વર્ષ થી માં અંબા ના ચાંચર ચોક માં ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે

ગુજરાત નું ગૌરવ ગરબા એ ગુજરાતીના રોમમાં રોમ માં જન્મ જાત વસેલા હોય છે વળી હાલ ગરબાની મોસમ એટલેકે દુનિયાનો સૌથી મોટો નૃત્યોત્સવ નવરાત્ર ચાલી રહ્યો છે ત્યારે માં શક્તિની આરાધનાના પર્વે સહુ કોઈ ગરબા રમવા તલ્લીન થઇ જાય છે અસલ બે તાલીના ગરબા એ હવે મસમોટા અવાઝ માં વાગતા સંગીત સાથે કદમ મિલાવ્યા છે ત્યારે મોટેરા તો મન મૂકીને આ ગરબા ગાઈ લે છે અને માં અંબા ની આરાધના કરવામાં આવે છે પરંતુ નાના બાળકો પણ આ ગરબા થી વંચિત ના રહે અને ગુજરાત ની આ ઓળખ ને નાનપણ થીજ સમજે અને સ્વતંત્ર રીતે ગરબે રમી શકે તે માટે નર્મદા ના રાજપીપળામાં કાછીયાવાડ વિસ્તારમાં સંસ્કાર યુવક મંડળ દ્વારા અંબામાતાજી ના મંદિરે બાલિકા ગરબા મોહત્સવ નું આયોજન કર્યું છે અહીં 5 વર્ષથી માંડી 15 વર્ષના બાલિકાઓ પોતાની આગવી રીતભાત થી સ્વતંત્ર રીતે ગરબા રમેં છે સાથે આજે નવરાત્રી ના પ્રથમ નોરતે બાલિકા ગરબા ગવડાવી માં શક્તિ ની આરાધના આ પર્વ ની શરૂવાત કરવામાં આવી

જેમાં સંસ્કાર યુવક મંડળ ના પ્રમુખ મહેશભાઈ હીરાભાઈ અને મહેશભાઈ સુરેશભાઈ દ્વારા જનવવામાં આવ્યું હતું કે માં શક્તિ એ બાલિકા નું એક રૂપ છે અને દરેક બાલિકા માં માં શક્તિ જોવા મળે છે અને ખાસ અહીં 45 વર્ષ થી ગરબા ની રમઝટ મહિલાઓ દ્વારા જ કરવામાં આવતી

અને હવે નાની બાલિકા ઓ દ્વારા નવરાત્રી નો પ્રારંભ કારવામાંઆવે છે

Share with:


Uncategorized