કાછીયાવાડ અંબા માતાજી મંદિરે બાલિકા ગરબા..માં ધારાસભ્ય ડો દર્શનાબેન દેશમુખ એ ગરબા ની રમઝટ બોલાવી

કાછીયાવાડ અંબા માતાજી મંદિરે બાલિકા ગરબા..માં ધારાસભ્ય ડો દર્શનાબેન દેશમુખ એ ગરબા ની રમઝટ બોલાવી

Share with:


કાછીયાવાડ અંબા માતાજી મંદિરે બાલિકા ગરબા..માં ધારાસભ્ય ડો દર્શનાબેન દેશમુખ એ ગરબા ની રમઝટ બોલાવી

NMD ન્યુઝ રાજપીપલા :- શક્તિપૂજા પર્વ એટલે નવરાત્રી જગદંબા ની ઉપાસના સમસ્ત ભારતમાં વ્યાપક છે જેમાય માં જગદંબાની આરાધના માં ગરબા નું અતિમહત્વ છે આજના આધુનિક યુગમાં ડિસ્કો ડાન્સના તાલે યુવાધન તાલેઝુમતા વર્ષો પુરાની પરંપરા ભૂલી રહ્યા છે ત્યારે નર્મદા જીલ્લાના રાજપીપળા સહેરમાં વર્ષો પુરાણી પરંપરા મુજબ જે શેરીગરબા થતા હતા તે હવે લુપ્ત થઇ રહ્યા છે જે શેરીગરબા ને જીવંત રાખવા રાજપીપળા સંસ્કાર યુવક મંડળ દ્વારા શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને મારી દીકરી મારી શેરીમાં… મારી નજર સામે… જેવા નવા કન્સેપ્ટ સાથે રાજપીપળામાં આ મંડળ દ્વારા શેરી ગરબા મહોત્સવનો રંગેચંગે પ્રારંભ થયો

આજે જયારે શહેરોમાં પોતાની દીકરીઓ ક્લબ કે અન્ય ગરબા ગ્રાઉન્ડ માં ગરબા ગાવા જતા ઘરમાં ન આવે ત્યાં સુધી માં બાપ ને તેની ચિંતા રહે છે.ત્યારે આ કોન્સેપ ને નાંદોદ ના ધારાસભ્ય ડો દર્શનાબેન દેશમુખે પણ વધાવ્યો હતો અને આ નાની દીકરીઓ સાથે પોતે પણ ગરબા ગાય બાલિકાઓનો ઉત્સાહ ને વધાર્યો હતો આજે કાછીયાવાડ વિસ્તાર માં અંબા માતાજી મંદિરે ધારાસભ્ય એ પણ પોતે ગરબા ગાવા માંડતા ત્યાં બેસેલા તમામ લોકો પણ અચંબા માં પડી ગયા હતા જ્યાં સુધી બાલિકા ગરબા પૂર્ણ ન થયા ત્યાં સુધી આ મહિલા ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ પણ પોતાના ગરબા ની રમઝટ બોલાવી હતી

Share with:


Uncategorized