રાજપીપલા ના કાછીયા સમાજ દ્વારા તુલસી વિવાહ ધામધૂમ થી ઉજવાયો…ડીજે અને ઘોડાબગ્ગી માં ભાગવાનો વરઘોડો નિકર્યો….

રાજપીપલા ના કાછીયા સમાજ દ્વારા તુલસી વિવાહ ધામધૂમ થી ઉજવાયો…ડીજે અને ઘોડાબગ્ગી માં ભાગવાનો વરઘોડો નિકર્યો….

Share with:


રાજપીપલા ના કાછીયા સમાજ દ્વારા તુલસી વિવાહ ધામધૂમ થી ઉજવાયો…ડીજે અને ઘોડાબગ્ગી માં ભાગવાનો વરઘોડો નિકર્યો….

NMD ન્યુઝ બ્યુરો રિપોર્ટ:-સનાતન ધર્મમાં તુલસી વિવાહનું ખાસ મહત્વ છે. આ તહેવાર દર વર્ષે કારતક માસના શુક્લ પક્ષની દ્વાદશીના દિવસે ઉજવવામાં આવે છે. શાસ્ત્રોમાં સૂચિત છે કે તુલસી વિવાહના દિવસે ભગવાન વિષ્ણુ અને તુલસી માતા લગ્નના બંધનમાં બંધાયા હતા. વિશ્વના સર્જક ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે. તુલસી માતાની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ જલ્દી પ્રસન્ન થાય છે. તેમની કૃપાથી સાધક જીવનમાં તમામ પ્રકારના સુખની પ્રાપ્તિ કરે છે.

જ્યોતિષના મતે દેવઉઠી એકાદશી 23 નવેમ્બરે છે. આ દિવસે, વિશ્વના પાલનહાર ભગવાન વિષ્ણુ, યોગ નિદ્રાથી જાગૃત થાય છે. જો કે, એકાદશી તારીખ 23મી નવેમ્બરે રાત્રે 09:01 કલાકે છે. આ પછી દ્વાદશી તિથિ છે. અગાઉના વર્ષોમાં, એકાદશી અને દ્વાદશી તિથિઓ એક જ દિવસે આવતી હોવાથી, બંને તહેવારો એકસાથે ઉજવવામાં આવતા હતા.આજે રાજપીપલા શહેર ના કાછીયાવાડ વિસ્તાર માં તુલસી વિવાહ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે અને ભગવાન વિષ્ણુ અને તુલસી માતાજી ના લગ્ન ના મુખ્ય યજમાન જેમાં વરપક્ષ માં મહેન્દ્ર રમણ કાછીયા અને કન્યાપક્ષ માં હસમુખ રમણ કાછીયા રહ્યા હતા આ તુલસી વિવાહ માં ભગવાન વિષ્ણુ નો ધામધૂમ થી એટલે કે ડીજે ના તાલ અને ઘોડા બગ્ગી માં કાઢવામાં આવ્યો અને રાજપીપલા શહેર માં આજે જ્યારે એક મોટો લગ્ન ઉત્સવ ઉજવાયો જેમાં સમાજ નાતો ખરા પરંતુ આખું ગામના લોકો આ તુલસી વિવાહ માં જોડાયા હતા આ તુલસી વિવાહ નું આયોજન કાછીયા જ્ઞાતિ સમાજ ના પ્રમુખ ધર્મેન્દ્ર કાછીયા મંત્રી હિતેશ કાછીયા અને લક્ષ્મીનારાયણ મંદિર ચેરમેન ભુપેન્દ્ર મનહર કાછીયા એ કર્યું હતું ,આજે એક લગ્ન માં જે લાખો રૂપિયા નો ખર્ચ કરવામાં આવે છે એવોજ ખર્ચ આ સમાજે કર્યો અને જેમાં સમાજ માં 1500 માણસો નું જમણવાર પણ પ્રથમવાર કરવામાં આવ્યું હતું

Share with:


Uncategorized