રાજપીપલા સહીત સમગ્ર નર્મદા જિલ્લામાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું…

રાજપીપલા સહીત સમગ્ર નર્મદા જિલ્લામાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું…

Share with:


રાજપીપલા સહીત સમગ્ર નર્મદા જિલ્લામાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું…

NMD ન્યુઝ સ્પેશિયલ રિપોર્ટ:-આજે રાજપીપલા સહીત સમગ્ર નર્મદા જિલ્લામાં વહેલી સવારે આજે ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. આ ધુમ્મસ એટલું બધું ગાઢ હતું કે સામેવાળી વ્યક્તિએક બીજાને જોઈ શકતી ન હતી.પાંચ ફૂટ દૂર ઊભેલી વ્યક્તિ એકબીજાને જોઈ શકતી નહોતી…આજે ઝીરો વિઝીબીલીટીનું દ્રશ્ય જોવા મળ્યું હતું.તાપમાનનો પારો ગગડી 15 ડિગ્રીએ પહોંચતા ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો,આજે કરજણ નદીમાં 5ફૂટ ઊંચાં વરાળની લહેરો ઉઠતી જોવા મળ્યું હતું. વાતાવરણ માં ભેજનું પ્રમાણ વધતાતાપમાનનો પારો 15ડિગ્રીએનીચે ગગડ્યોહતો

ધૂમમ્સ ને કારણે ઝીરો વિઝીબીલીટીના દ્રષ્યો જોવા મળ્યા

ખાસ કરીને વાહન ચાલકોને વાહન ચલાવવામાં આ ધુમ્મસમાં ભારે તકલીફ પડતી હતી. ખાસ કરીને બસના ડ્રાઇવરોને બસ ચલાવવામાં તકલીફ પડતા આજે અમદાવાદ વડોદરા સુરત થી આવનારી બસો પણ આજે રાજપીપળા ખાતે એસટી ડેપોમાં મોડી આવી હતી. બસ ચાલકોનું કહેવું છે કે સામેનું દ્રશ્ય દેખાતું જ ન હોવાથી ખૂબ ધીમી ગાડી ચલાવી પડી હતી અને કારણે બસો મોડી પડી હતી.આજે રાજપીપલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે મોર્નિંગવોક કરનારા લોકોએ ગાઢ ધુમ્મસ ના આહલાદક દ્રશ્યનો અનુભવ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આટલું ગાઢ ધુમ્મસ ક્યારેય જોયું નથી આજે આવું ધુમ્મસ પહેલીવાર જોઈએ છીએ . જેમાં સામે કશું જ દેખાતું ન હોય એવા વાતાવરણમાં આજે મોર્નિંગ વર્ક કરનારા લોકોએ ધુમ્મસમાં ચાલવાની મઝા માણી હતી મજા પણ માણી હતી

Share with:


Uncategorized