75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી રાજપીપલા નગરપાલિકા ખાતે પાલિકા પ્રમુખ ધર્મીસ્થા બેન પટેલે કરી પ્રમુખે ત્રિરંગો લહેરાવી સલામી આપી

75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી રાજપીપલા નગરપાલિકા ખાતે પાલિકા પ્રમુખ ધર્મીસ્થા બેન પટેલે કરી પ્રમુખે ત્રિરંગો લહેરાવી સલામી આપી

Share with:


75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી રાજપીપલા નગરપાલિકા ખાતે પાલિકા પ્રમુખ ધર્મીસ્થા બેન પટેલે કરી પ્રમુખે ત્રિરંગો લહેરાવી સલામી આપી

શું કહ્યું પાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલે ધ્વાજવંદન કાર્યક્રમમાં …
રાજપીપળા નગરપાલિકા નો સ્વચ્છતા સર્વેક્ષણ માં 9 માં નંબર આવ્યો : સ્વાસ્થ્ય ના સૈનિકો અને પાલિકાની ટીમ ને શુભેચ્છા..

Nmd ન્યુઝ રાજપીપળા : દેશના 75 મા પ્રજાસત્તાક પર્વની નર્મદા જિલ્લામાં દબદબાભેર હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી જેમાં જિલ્લાની એક માત્ર નગરપાલિકા રાજપીપળા પાલિકા સેવાસદન ખાતે પણ ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રભક્તિના અનોખા માહોલ વચ્ચે પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવીને ત્રિરંગાને સલામી અર્પી હતી. આ સમારંભમાં ઉપ પ્રમુખ ગિરિરાજસિંહ ખેર, કારોબારી આધ્યક્ષ કુલદીપસિંહ ગોહિલ, પાલિકા મુખ્ય આધિકારી રાહુલ દેવ ઢોળીયા, કમલેશ સહીત અન્ય સમિતિઓના આધ્યક્ષો અને સભ્યો આધિકારીઓ કર્મચારીઓ સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા. પાલિકા પ્રમુખે આજના પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા સાથે રાજપીપલા શહેર સહીત ગુજરાતની ગૌરવવંતી પ્રજાને ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.

રાજપીપળા નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલે જણાવ્યું હતું કે રાજપીપળા શહેરમાં વિકાસના કામો ઘણા થયા અને હજુ કેટલાય બાકી છે જે કામો હાલ હાથપર છે. સુદ્ધાં ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરી દેવામાં આવ્યો છે અને ભૂગર્ભ ગટર લાઈન નું કામ પણ પૂર્ણતાના આરે છે ઘરોમાં મુખ્ય લાઈન સાથે જોઈન્ટ પાલિકા ના ખર્ચે આપવામાં આવી રહ્યો છે. અને સ્વચ્છતા પણ દિવસ રાત્રીના પણ કરવામાં આવી રહી છે. રાજપીપલા ની જનતાને જરૂરી તમામ સુવિધાઓ આપી શકીયે એ મારામાટે પાલિકાની ટીમ સજ્જ છે અને તાજેતરમાં શહેરીવિકાસ મંત્રાલય દ્વારા જે સ્વચ્છતા અંગે સર્વેક્ષણ કરવામાં આવ્યો જેમાં રાજપીપળા નગરપાલિકાનો 33 માં નંબર પરથી 9 માં નંબરે આવ્યો જે એક ગર્વની બાબત છે. જેના માટે મારા સ્વાસ્થ્યના સૈનિકો, સેનીટેશન વિભાગ અને પાલિકાની સમગ્ર ટીમની મહેનત છે. મારી અગાઉના પ્રમુખો એ પણ સ્વચ્છતા પાર ખુબ મહેનત કરી છે. ની વાત કરી હતી,

Share with:


Uncategorized