કેવડિયા ખાતે યોજાનારા રાષ્ટ્રીય એકતા દીનની ઉજવણીમાં માત્ર વડાપ્રધાન હાજરી અપાશે : કોઈ નેતા કે મંત્રી સાથે નહિ હોય : કેવો હશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કેવડિયા પ્રવાસ કાર્યક્રમ

Share with:


NMD ન્યૂઝ બ્યુરો રાજપીપલા : કેવડિયા ખાતે યોજાનારા રાષ્ટ્રીય એકતા દીનની ઉજવણીમાં માત્ર વડાપ્રધાન હાજરી અપાશે : કોઈ નેતા કે મંત્રી સાથે નહિ હોય : દરવર્ષે પ્રેક્ષક ગેલેરી હોય એ પણ આવર્ષે નહિ બનાવાય : માત્ર TV પર જીવંત પ્રસારણ લોકો ઘરે બેઠા જોઈ શકશે વડાપ્રધાન નરેદ્ર મોદી 31 ઓક્ટોબર ના સવારે 9 કલાકે સાબરમતી માંથી સી પ્લેન મારફતે કેવડિયા પહોંચશે બપોરે 1 વાગ્યા સુધી રોકાશે.

નર્મદા જિલ્લામાં કેવડિયા ખાતે કોવીડ 19 ની મહામારી વચ્ચે એક રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ના લોકાર્પણ થી આ ત્રીજો રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવાઈ રહ્યો છે જેમાં રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ, આર્મી, નેવી, એરફોર્સ, NSG કમાન્ડો, CISF,SRPF, સહીત ગુજરાત પોલીસ પણ એકતા પરેડ માં ભાગ લેશે જેનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિરીક્ષણ કરશે। અને અન્ય પ્રોજેક્ટો નું લોકાર્પણ કરશે।

31 ઓક્ટોબર ના રાષ્ટ્રીય એકતા દિવસ ની તડામાર તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે કલેક્ટર નર્મદા એ કમિટીઓની રચના કરી દીધી છે ત્યારે કોવીડ 19 ને લઈને એકદમ સાદાઈ થી કાર્યક્રમ કરવામાં આવશે અને એકલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ આ કાર્યક્રમ માં હાજરી અપાશે। બાકી બીજું કોઈ મંત્રી કે નેતા હાજર રહેશે નહિ.

પ્રધાનમંત્રી નો સૂચિત કાર્યક્રમ એવો છે કે 30 મી ઓક્ટોબર ના તેઓ દિલ્હી થી અમદાવાદ રાત્રે આવશે। સવારે તેમની માતા હીરાબા ને મળી ને 7 કલાકે સાબરમતી રિવરફ્રન્ટ થી સીપ્લેન નું લોકાર્પણ કરી તેમાં બેસી 9 વાગે કેવડિયા તળાવ 3 પર આવશે। ત્યાંથી મોટર માર્ગે સીધા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પહોંચી સરદાર વલ્લભભાઈ પટેલના ચરણ સ્પર્શ કરી પુષ્પઅંજલિ કરશે। ત્યાંથી સીધા બાજુમાં પાર્કિંગ સ્થળ ખાતે એકતા પરેડ નું નિરીક્ષણ કરશે। અને શક્યતા છે ત્યાંથી રાષ્ટ્રને ટૂંકું સંબોધન પણ કરશે। આ વર્ષે કોઈ દર્શકો એકતા પરેડ માં હાજર નહિ હોય એકતા પરેડ બાદ વડાપ્રધાન મોદી સીધા તેમના ડ્રિમ પ્રોજેક્ટ સમા જંગલ સફારી જોવા જશે, અને ત્યાંથી સીધા ચિલ્ડ્રન ન્યૂટ્રિશિયન પાર્ક જોવા જશે શક્ય છે બંનેનું લોકાર્પણ બાકી છે તો તે કરી શકે અથવા ઈ-લોકાર્પણ કરી શકે.ત્યાંથી ફેરી ક્રુઝ બોટ માં બેસી તેનું લોકાર્પણ કરશે ત્યાંથી સીધા સર્કિટહાઉસ ખાતે લંચ કરવા જશે અને બાદમાં મોટર માર્ગે સીધા તળાવ 3 પર પહોંચશે અને ત્યાંથી સીધા સી પ્લેન મારફતે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર પહોંચશે।

હાલ મોદીના કાર્યક્રમ ને લઈને આધિકરીઓ ની બેઠક શરૂ થઇ ગઈ છે અને સુરક્ષાને લઈને પણ તૈયારીઓ થઇ ગઈ છે ત્યારે 20 તારીખ પછી જાતે મુખ્ય મંત્રી પણ તૈયારીઓ નું નિરીક્ષણ કરવા કેવડિયા આવશે। હાલ ગુજરાતના અમદાવાદ અને કેવડિયા ખાતે તૈયારીઓ ચાલી રહી છે.

Share with:


Uncategorized