રાજ્યમાં પેસા એકટ લાગુ થયા બાદ પ્રથમવાર નિયમ મુજબ કંજાઇ ગામનો રસ્તો બનશે..જુવો કેવા છે નિયમ.

રાજ્યમાં પેસા એકટ લાગુ થયા બાદ પ્રથમવાર નિયમ મુજબ કંજાઇ ગામનો રસ્તો બનશે..જુવો કેવા છે નિયમ.

Share with:


NMD ન્યૂઝ બ્યુરો, રાજપીપલા: નર્મદા

દેશને આઝાદી મળ્યે 73 વર્ષ પૂર્ણ થયા છતાં વન વિસ્તારમાં રહેતા કેટલાક દુર્ગમ વિસ્તાર ના ગામો આજે પણ પ્રાથમિક સુવિધાઓ થી વંછીત છે. ત્યારે સરકારની ગુજરાત મોડલ ની વાતો અહીંયા પોકળ સાબિત થાય છે. અને રાજ્ય સરકારે લાગુ કરેલ પેસા એકટ પ્રમાણે પણ ક્યાંય કામ થતું નથી ત્યારે રાજ્યમાં પ્રથમ વાર પેસા એકટ મુજબ નર્મદા જિલ્લામાં દુર્ગમ વિસ્તાર માં રોડ બની રહ્યો છે..જેનું ખાત મુહુર્ત નર્મદા જિલ્લાના કારોબારી ચેરમેન બહાદુર વસાવાના હસ્તે કરવામાં આવ્યું.

પ્રાપ્ત માહિતી અનુસાર પેશા એકટ 1996ની જોગવાઇ મુજબ રેતી કણકણમાં 50% હિસ્સામાંથી જિલ્લા પંચાયતના સદસ્યો તથા કારોબારી અધ્યક્ષના આયોજન માંથી ડેડીયાપાડા ના સબુટી ગૃપગ્રામ પંચાયત ના સેજમાં આવેલ કંજાઈ ગામે દુર્ગમ રસ્તાનું r c c રસ્તાનું કામ 1.50 લાખ બજેટ માં કરવામાં આવ્યું. સબુતી ગૃપ ગ્રમાં પંચાયત ના સદસ્ય તથા ગામના વડીલો ની હાજરીમાં રસ્તાનું ખારત મુહરત કરવામાં આવ્યું હતું.

આ બાબતે નર્મદા જિલ્લા પંચાયત કારોબારી સભ્ય બહાદુર વસાવા એ જણાવ્યું હતું કે. રાજય માં પેસા એકટ સરકારે લાગુ કર્યો પણ આ એકટ માં જોગવાઈ હોય એવા એક પણ કાયદાનું પાલન થતું નથી. આજે પહેલી વાર રાજ્યમાં પેસા એકટ પ્રમાણે એટલે કે 50 ટકા રકમ જિલ્લા પંચાયત અને 50 ટકા ગામ વિસ્તાર ની.માટી રેતી નો ઉપયોગ કરી ને કરવાની આ અંતરિયાળ વિસ્તાર કંજાઈ માં આઝાદી કાળથી રસ્તો નહોતો આજે મેં પાસ કરવી બનાવી રહ્યા છે તો સ્થાનિકો ને તેનો લાભ થશે.

Share with:


News