ભરૂચ નર્મદા જિલ્લામાં નર્મદા સુગરની ચૂંટણી ને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં ડોર ટુ ડોર પ્રચાર ચરમ સીમાએ..જુવો કોણ કોના સમર્થનમાં..

ભરૂચ નર્મદા જિલ્લામાં નર્મદા સુગરની ચૂંટણી ને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં ડોર ટુ ડોર પ્રચાર ચરમ સીમાએ..જુવો કોણ કોના સમર્થનમાં..

Share with:


NMD ન્યૂઝ બ્યુરો રાજપીપલા : નર્મદા

ભરૂચ નર્મદા ના ખેડૂતો માટે એક આશીર્વાદ રૂપ એવી નર્મદા સુગર ફેક્ટરી ને લઈને આજે આ વિસ્તારના ખેડૂતો ખુબ સધ્ધર બન્યા છે ત્યારે સહકારી સંસ્થાની વ્યવસ્થાક કમિટી ની ચૂંટણી હોય 15 બેઠકો માટે 33 ઉમેદવારો મેદાનમાં છે ત્યારે કોરોના ને લઈને જાહેર બેઠકો કે સભાઓ ના થઇ શકે તેમ હોય 40 થી 50 લોકોની સંખ્યા ગામે ગામ બેઠકોનો દોર ચાલી રહ્યો છે. બંને પેનલો સામસામે બેઠકો મિટિંગો કરી એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. હવે પરિણામ ના દિવસે જ ખબર પડશે કે કોનું જોર ઘટ્યું અને કોનું વધ્યું।

એક સહકારી ચૂંટણી માં ચેરમેન ઘનસ્યામ પટેલે સુંદર વહીવટ થી આ શુગરને આગળ લાવ્યા ત્યારે ભાજપ ના જ મોટા ગણાતા નેતાઓ તેમની વિરુદ્ધ પ્રચાર કરતા બીજા ભાજપ મોટા નેતાઓ એ ઘનશ્યામ પટેલના સમર્થનમાં જાહેરમાં આવવું પડ્યું, જેમાં ભરૂચ ના સાસંદ મનસુખ વસાવા જાતે ઘનસ્યામભાઇ પટેલની પેનલનો પ્રચાર કરી રહ્યા છે અને ગામે ગામ ફરી રહ્યા છે તો બીજી બાજુ ભરૂચ ધારાસભ્ય દુષ્યંતભાઇ પટેલ, અરૂણસિંહ રાણા, સહીત ખેડૂત આગેવાનો અને મહિલા આગેવાનો પણ આ ચૂંટણીના સમર્થનમાં જાહેરમાં આવી સોસીયલ મીડિયામાં ઘનશ્યામ પટેલ ને જીતાડવા અપીલ કરી રહ્યા છે. ત્યારે ઘનસ્યામભાઇ પટેલ પણ ચૂંટણી પ્રચારમાં કોઈ કસર છોડવા માંગતા નથી. હવે આ સુગર ની ચૂંટણી ભાજપના નેતાઓ વચ્ચે શાખ ની લડાઈ બની ગઈ છે. સમગ્ર બાબત પરિણામ ના દિવસે સ્પષ્ટ થઇ જશે એ વાત પણ નક્કી છે. પરંતુ હાલમાં ગામે ગામ ઘનસ્યમભાઈ પટેલ ને સમર્થન વધુ મળી રહ્યું છે..ભાજપના નેતાઓ સોસીયલ મીડિયામાં મતદારોને ઘનસ્યમભાઈ પટેલને મત આપી જીતાડવાએની જાહેર અપીલ કરી રહ્યા છે..

Share with:


News