રાજપૂત સમાજના આગેવાન અલકેશસિંહ ગોહિલ નું નિધન : સમાજ અને પરિવારમાં શોકની લાગણી

રાજપૂત સમાજના આગેવાન અલકેશસિંહ ગોહિલ નું નિધન : સમાજ અને પરિવારમાં શોકની લાગણી

Share with:


સ્વ.અલકેશસિંહજી ને NMD ન્યૂઝ દ્વારા હાર્દિક શ્રદ્ધાંજલિ..તેમની આ ચીર વિદાય થી આખું રાજપીપલા અને સમાજ શોકાતુર બન્યો છે..ભગવાન તેમના દિવ્ય આત્મા ને શાંતિ અર્પે એવી પ્રાર્થના..

NMD ન્યૂઝ બ્યુરો રાજપીપલા : નર્મદા

રાજપીપલા નગર પાલિકાના પૂર્વ પ્રમુખ અને હાલમાં કારોબારી અધ્યક્ષ એવા રાજપૂત સમાજના અગ્રણી અને સમાજ સેવક અલકેશસિંહ ગોહિલ 54 વર્ષની ઉંમરે ટૂંકી માંદગી માં તેમનું નિધન થયું છે. ગત રાત્રીના તેમના મૃત્યુના સમાચાર મળતા રાજપીપલા શહેર અને રાજપૂત સમાજમાં શોકનું મોજું ફળીવાળ્યું હતું. તેમની અંતિમક્રિયા રામપુરા નર્મદા મૈયાના કિનારે કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા.

સ્વ.અલકેશસિંહ ગોહિલ રાજપીપલા શહેરમાં ભાજપ ના અગ્રણી નેતાઓ માં તેમની ગણના થાય અને સામાજિક કામગીરી માટે પણ તેઓ હંમેશા તત્પર રહેતા. પાલિકા માં તેમનું શાસન માં કરોડોના વિકાસના કામો હેરિટેજ ગેટ થી લઈ ને રાજપીપલા શહેર ને રજવાડી પ્રવેશ દ્વાર તેમણે બનાવ્યા હતા. આ સાથે પાણી ની સુવિધા થી લઈને રાજપીપલા નગર માં રાત્રી સફાઈ, પાલિકા વિસ્તારમાંથી કચરાપેટી હટાવી લેવામાં આવી આવા અનેક લોકો ઉપયોગી અને સેવાના કામો તેમણે કર્યા છે.તેમના પિતા એક પ્રોફેસર ની ભૂમિકા સાથે પાલિકા ના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.ત્યારબાદ તેઓ પ્રમુખ તરીકે પાલિકાનો હોદ્દો સાંભળ્યો હવે તેમની ત્રીજી પેઢી એટલે કે તેમનો પુત્ર કુલદીપસિંહ ગોહિલ પણ આગામી ચૂંટણી લડવાનો છે ત્યારે આ ત્રીજી પેઢી તૈયાર છે. તેમની આ સમાજ ને રાજપીપલા શહેરને અને ચૂંટણીમાં ભાજપ ને કમી ચોક્કસ લાગશે. અલકેશસિંહ જેવા સનિષ્ટ અને કર્મઠ આગેવાન ભાજપે ગુમાવ્યો છે ત્યારે ભાજપ માં પણ શોકની લાગણી ફેલાઇ છે.

Share with:


News