સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ રાજપીપલા શહેર ઉપરાંત જિલ્લાના તાલુકાઓમાં પણ દેશભક્તિના ગીતો સાથેનો “આઝાદીનો અમૃત મહોત્સવ” થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા

સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ રાજપીપલા શહેર ઉપરાંત જિલ્લાના તાલુકાઓમાં પણ દેશભક્તિના ગીતો સાથેનો “આઝાદીનો અમૃત મહોત્સવ” થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા

Share with:


સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ રાજપીપલા શહેર ઉપરાંત જિલ્લાના તાલુકાઓમાં પણ દેશભક્તિના ગીતો સાથેનો “આઝાદીનો અમૃત મહોત્સવ” થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા

રાજપીપલા બ્યુરો : નર્મદા જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ રાજપીપલા મુખ્ય મથક ખાતે સરદાર ટાઉન હોલ ખાતે દેશભક્તિના ગીતો સાથેના ” આઝાદીનો અમૃત મહોત્સવ ” થીમ આધારિત યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમને રાજપીપલા નગરપાલિકાના ઉપપ્રમુખશ્રી હેમંતભાઈ માછી, પ્રાંત અધિકારી કે.ડી.ભગત, નાંદોદ તાલુકા પંચાયતના સદસ્ય પાયલબેન દેસાઈ, મામલતદાર વિરલ પટેલ, ચીફ ઓફિસર રાહુલદેવ ઢોડીયા, જિલ્લા યુવા અધિકારી પી.એ. હાથલીયા, નાંદોદ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રિમલ પાટણવાડીયા સહિત નગરજનો, શાળાના વિદ્યાર્થીઓ વગેરેની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લો મુકાયો હતો.


૭૫ મું સ્વાતંત્ર્ય પર્વ-આઝાદીનું પર્વ, વૈવિધ્યસભર વારસાનું ગર્વ, વિવિધતામાં એકતા, આત્મનિર્ભર ભારત, “જય જવાન – જય કિસાન- જય વિજ્ઞાન” અને આત્મનિર્ભર ભારતના ગૌરવગાનને સાર્થક કરતાં યોજાયેલા આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાજપીપલાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓના કલાવૃંદ દ્વારા આદિવાસી લોક નૃત્ય, વંદે માતરમ નૃત્ય સહિત ” મેરા મુલ્ક મેરા દેશ”, દેશ રંગીલા અને જીસ દેશ મેં ગંગા રહેતા હૈ, જેવા દેશભક્તિના ગીતોની રજુ કરાયેલી કૃતિ – રજૂઆતથી દેશદાઝની ભાવના સાથેના રાષ્ટ્રપ્રેમના ઉભરાયેલા જુવાર સાથે અનોખો માહોલ સર્જાયો હતો.


પ્રારંભમાં નાંદોદ મામલતદાર વિરલ વસાવાએ તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી “આઝાદીના અમૃત મહોત્સવ” ઉજવણીની રૂપરેખા આપી હતી. રાજપીપલા શહેર ઉપરાંત ગરૂડેશ્વર,તિલકવાડા, દેડીયાપાડા અને સાગબારા તાલુકાઓમાં પણ આજે સ્વાતંત્ર્ય પર્વની પુર્વ સંધ્યાએ પદાધિકારીઓ/ અધિકારીઓ અને નાગરિકોની ઉપસ્થિતિમાં દેશભક્તિના ગીતો સાથેનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે જુનાગઢ ખાતેથી ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલા રાજ્યકક્ષાના સાંસ્કૃતિક કાર્યક્રમના ડિઝીટલ માધ્યમથી કરાયેલા જીવંત પ્રસારણના નિદર્શનને મહાનુભાવો સહીત ઉપસ્થિત સહુ કોઈએ નિહાળ્યું હતું.

Share with: