આશ્રમ શાળા અધિકારીનો સપાટો : જિલ્લાની 10 જેટલી આશ્રમ શાળા ઓને ભોજનની ગુણવત્તા અને ભૌતિક સુવિધા આભાવે નોટિસ ફટકારી..

આશ્રમ શાળા અધિકારીનો સપાટો : જિલ્લાની 10 જેટલી આશ્રમ શાળા ઓને ભોજનની ગુણવત્તા અને ભૌતિક સુવિધા આભાવે નોટિસ ફટકારી..

Share with:


કઈ કાઈ છે આં આશ્રમ શાળાઓ કેંજેમાં ગેરરીતિ ઓ વ્યાપક પ્રમાણમાં ચાલે છે જુઓ..અમારા વિશેષ અહેવાલ માં..

આશ્રમ શાળા અધિકારી સહિતની ટીમ ઓચિંતી શાળાની મુલાકાત કરી અનાજની ગુણવત્તા,ભોજન ની ગુણવત્તા, સ્વચ્છતા અને ભૌતિક સુવિધા નું ચેકીંગ કરી રહ્યા છે.

આશ્રમ શાળા અધિકારીનો સપાટો : જિલ્લાની 10 જેટલી આશ્રમ શાળા ઓને ભોજનની ગુણવત્તા અને ભૌતિક સુવિધા આભાવે નોટિસ ફટકારી..

NMD ન્યૂઝ રાજપીપળા બ્યુરો : નર્મદા જિલ્લામાં આશ્રમ શાળા અધિકારીએ સપાટો બોલાવ્યો છે. આશ્રમ શાળાની ટીમેં ઓચિંતી મુલાકાત કરી બાળકોને અપાતા અનાજની અને ભોજનની ગુણવત્તાની ચકાસણી કરી સાથે આશ્રમશાળા અને ટોયલેટ બ્લોક સેનીટેશન અને રહેવાની ભણવાની જગ્યાઓ પર સ્વચ્છતા અને ભૌતિક સુવિધા નું ચેકીંગ કરી રહ્યા છે. જેમાં જિલ્લામાં 10 થી 15 જેટલી શાળાઓ ભોજન અનાજની ગુણવત્તા હલકી જણાઈ અને સ્વચ્છતાનો પણ અભાવ જોવા મળતા આશ્રમ શાળા આધિકારીએ 10 જેટલી આશ્રમ શાળાઓ ને કારણ દર્શક નોટિસ આપી યોગ્ય ગુણવત્તા જાળવવા સૂચના આપી છે. જો આગામી વિઝીટ માં પરિસ્થિતિ રહેશે તો કાયદેસરના પગલાં લેવાશે ની ચીમકી અપાતા આશ્રમ શાળા સંચાલકો માં ફાફળાટ ફેલાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લામાં 50 અને ભરૂચ જિલ્લામાં આવતી 13 મળી કુલ 63 જેટલી આશ્રમ શાળા આવેલી છે. જેમાં 10,242 બાળકો નિવાસ કરી ને શિક્ષણ લે છે. નર્મદા જિલ્લો આકાંક્ષી જિલ્લા માં સમાવેશ થતો હોય નીતિ આયોગ હેઠળ પણ કરોડો ની ગ્રાંટો આવે છે ઉત્તમ પોષણ યુક્ત ભોજન આપવામાં આવે છે પરંતુ સુ શાળામાં સંચાલકો બાળકોને આ ઉત્તમ ગુણવત્તા વાળું ભોજન આપતા નથી અને પોતાના ઘરે વાપરે છે આવી અનેક બૂમો આવી બહારથી રેશનિંગ કે સસ્તું સળેલું અનાજ લાવી ખવડાવવામાં આવે છે જેવી ફરિયાદો જિલ્લા સંકલન અને દિશા મોનીટરીંગ માં ઉઠી હતી જેને લઈને પણ આશ્રમ શાળા અધિકારી એ કડક થવું પડ્યું અને ચેકીંગ કરતા 10 આશ્રમશાળા ઓ ને હાલ નોટિસ આપી છે. કેમકે એક બાળક દીઠ એક મહિના ના સરકાર સાંચાલક ને ચા નાસ્તા ભોજન સહીત નો ખર્ચ 2160 રૂપિયા ચૂકવે છે. તો આમ જિલ્લાના 10,242 બાળકો પાછળ દર મહિને 2.21 કરોડ રૂપિયા ખર્ચ કરે છે આમ વર્ષે 26.54 કરોડ થી વધુ ખર્ચ કરે છે. જેમાં બાળકોને સળેલુ અનાજ ખવડાવી પોતે મોટી કરો માં સંચાલકો ફરે છે.

બોક્ષ : કેટલીક ફરિયાદો ને લઈને ઓચિંતી ચેકીંગ કરતા કેટલીક આશ્રમ શાળાઓ માં અનાજની ગુણવત્તા, ભોજન ની ગુણવત્તા શાળામાં રસોડામાં બાથરૂમમાં સ્વચ્છતા ભૌતિક સુવિધાઓ નો અભાવ જોવા મળ્યો આવી 10 જેટલી શાળાઓ ને કારણ દર્શક નોટીશ આપી છે. એક વોટ્સએપ ગ્રુપ બનાવી રોજે રોજ સાંજ સવાર અપાતા ચા નાસ્તાના ફોટો પણ માગવી જેની ચકાસણી કરીયે છે. ઓચિંતી મિટિંગ દરમ્યાન જે તે સ્કૂલમાં બાળકોના બનેલા ભોજન જ અમે જમીએ છે એટલે ગુણવત્તા પણ ચેક થઇ જાય હાલ મોટાભાગની આશ્રમ શાળાઓ વ્યવસ્થિત છે જે થોડી ઘણી માં અભાવ જોવા છે તેમને સૂચના આપી છે. જો નહિ સુધારે તો કાયદેસર ના પગલાં લઈશું. એમાં કોઈ બે મત નથી >>આર.આર.વસાવા (આશ્રમશાળા આધિકારી, નર્મદા )

બોક્ષ : એક રાકીય આગેવાન ને બાળકોએ સળેલા અનાજ ગાડીમાં પડીકું બાંધી મૂકીએ આપ્યા
નર્મદા જિલ્લાની કેટલી આશ્રમ શાળાઓ ના સંચાલકો જાણે માનવતા મૂકી દીધી હોય હલકી ગુણવત્તા વાળા સળેલા અનાજ બાળકોને ખવડાવે છે. ભાટ અને દળ થુલી માંથી જીવતો નીકળે છે પરંતુ બાળકો સ્કૂલમાંથી કાઢી મુકશે એ બીકે કાંઈ ના બોલે, પરંતુ એક દિવસ એક રાજકીય આગેવાન આ સંસ્થામાં ગયા અને એક બે બાળક ને તેમના સ્વભાવ જાણતા હોય આ સાહેબ ચોક્કસ તંત્ર સુધારશે એમ સમજી સાલેળા અનાજ ની કાગળમાં પોટલી બાંધી તેમની ગાડીમાં મૂકી આ જોજો સાહેબ કઈ ભાગી ગયા. રાજકીય આગેવાને જોયું તો ચોકી ઉઠ્યા અને જેતે સંસ્થાના સંચાલકને તતડાવ્યા ના પણ કિસ્સાઓ છે.

Share with: